આર્કિટેક્ટ ઓફ અમૃતપથ
(ગુજરાતી આવૃત્તિ)
વિરલ દેસાઈનું પ્રથમ પુસ્તક 'આર્કિટેક્ટ ઓફ અમૃતપથ' 14 જૂન, 2023ના રોજ સુરતના અવધ ઉટોપિયા ક્લબ ખાતે પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ પુસ્તકનું વિમોચન જાણીતા લેખક શ્રી જય વસાવડા અને સુરતના પોલીસ કમિશનર શ્રી અજય તોમરજીના હસ્તે કરવામાં આવ્યું હતું. સુરત અને ગુજરાતના અનેક મહાનુભાવોએ આ ભવ્ય સમારોહમાં હાજરી આપી હતી.
આ પુસ્તકમાં વિરલ દેસાઈએ ભારતના એક પર્યાવરણ પ્રેમી નાગરિક તરીકે ભારત સરકારના કેટલાક પર્યાવરણીય કાર્યો અને ઈનિશિયેટીવ્ઝ આલેખ્યું છે અને તેમણે એ સિદ્ધ કરી આપ્યું છે કે વિશ્વના કોઈ પણ દેશ કરતાં ભારતે ક્લાયમેટચેન્જ, પ્રદૂષણ અને ઇકોસિસ્ટમ રિસ્ટોરેશનની દિશામાં અનેક કાર્યો કર્યા છે. આ પુસ્તકમાં વિરલ દેસાઈએ ભારત સરકારની 'કેચ ધ રેઈન' મુવમેન્ટ થી લઈ 'બિગ કેટ અલાયન્સ' સુધીના કામો કે પછી નમામિ ગંગે પ્રોજેક્ટથી લઈ, સ્વચ્છ ભારત મિશન તેમજ ગ્રીન એનર્જીની દિશામાં ભારતના પ્રયત્નો વિશે અનેક રસપ્રદ વાતો આલેખી છે.
આ પુસ્તક ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં એક સાથે પ્રકાશિત થયું છે, જેને દેશભરમાં અત્યંત બહોળો પ્રતિસાદ સાંપડતા માત્ર બે મહિનામાં તેની બીજી આવૃત્તિ કરવી પડી હતી. આ લખાણ અંગ્રેજીમાં કરી આપો.