Seeds of Happiness
(Eng.)
ટ્રી પ્લાન્ટેશનની મારી યાત્રા વર્ષ ૨૦૨૬માં દસ વર્ષની થશે. પાછલા સાત વર્ષોમાં
મેં ટ્રી પ્લાન્ટેશનની અનેક ડ્રાઇવ્સ કરી છે, જે દરમિયાન મેં ૩,૫૦,૦૦૦ જેટલા વૃક્ષોનું વાવેતર કર્યું છે. તો “ક્લિન ઈન્ડિયા ગ્રીન ઇન્ડિયા, 'ટ્રી ગણેશા' કે
“સત્યાગ્રહ અગેઇન્સ્ટ પોલ્યુશન એન્ડ ક્લાયમેટચેન્જ' જેવી અનેક અવેરનેસ ડ્રાઇવ્ઝના માધ્યમથી મેં બે લાખથી વધુ લોકો સાથે સંવાદ કર્યો છે. મારી એ ટ્રી પ્લાન્ટેશન ડ્રાઇવ્ઝ દરમિયાન કે અવેરનેસ ડ્રાઇવ્સ દરમિયાન મેં જોયું છે કે
અનેક લોકોને વૃક્ષો કે વૃક્ષારોપણ ગમે છે. પરંતુ આયર્ની એ છે કે ક્યાં તો લોકો પાસે યોગ્ય જાણકારી નથી. અથવા તેઓ ગેરમાર્ગે દોરાયેલા છે. કેટલાક લોકો તો
એવું પણ માનતા હતા કે ઘરમાં કે ઘરની આસપાસ વૃક્ષો કે પ્લાન્ટ્સ રાખવાથી મચ્છરોનો ત્રાસ થઈ જાય છે!